Gujarat High Court Recruitment 2024: ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવર, બેલીફ, કોમ્પ્યુટર ઓપરેટર તથા અન્ય પદો પર કુલ 1318+ જગ્યાઓ પર ભરતી જાહેર

Gujarat High Court Recruitment 2024: ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવર, બેલીફ, કોમ્પ્યુટર ઓપરેટર તથા અન્ય પદો પર કુલ 1318+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ગઈ છે. જો તમે પણ આ ભરતીમાં પસંદગી પામવા માંગો છો અને સરકારી નોકરી મેળવવા માંગો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખ, પદ, લાયકાત, પગાર, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા અરજી પ્રક્રિયાની માહિતી જાણવી ખુબજ જરૂરી છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જાણવા મળી જશે તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.

Gujarat High Court Recruitment 2024 । ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024

સંસ્થા/વિભાગનું નામગુજરાત હાઇકોર્ટ
પદવિવિધ
જાહેરાત તારીખ22 મે 2024
અરજી શરૂઆત તારીખ22 મે 2024
અરજી છેલ્લી તારીખ15 જૂન 2024
અરજી તથા માહિતી માટેની વેબસાઈટhttps://gujarathighcourt.nic.in

જરૂરી તારીખો:

મિત્રો, કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા અરજીની તારીખ જાણવી ખુબજ જરૂરી છે કારણ કે જો અંતિમ તારીખ વીતી ગઈ હોય તો આપણે અરજી કરી શકતા નથી. ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમાં નોટિફિકેશન એટલે કે જાહેરનામું 22 મે 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું તથા અરજી જમા કરવાની શરૂઆતની તારીખ 22 મે 2024 છે અને છેલ્લી તારીખ 15 જૂન 2024 નક્કી કરવામાં આવેલ છે. અરજી કરવા માટે ઇચ્છુક અરજદારોએ આ અંતિમ તારીખ પહેલા અરજી કરી દેવી કારણ કે આ તારીખ પછી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

ગુજરાત હાઇકોર્ટ દ્વારા નીચે મુજબના પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

અંગ્રેજી સ્ટેનોગ્રાફરકોર્ટ મેનેજર
ડેપ્યુટી સેક્શન ઓફિસર (DSO)ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2
કોમ્પ્યુટર ઓપરેટરગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-3
ડ્રાઈવર પ્રોસેસ સર્વર/બેલીફ
કોર્ટ અટેન્ડન્ટ

ખાલી જગ્યા:

ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1318 ખાલી જગ્યાઓ પર ભરતીનું આયોજન કર્યું છે જેમાં કયા પદ માટે કેટલી જગ્યાઓ ખાલી છે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામખાલી જગ્યા
અંગ્રેજી સ્ટેનોગ્રાફર54
ડેપ્યુટી સેક્શન ઓફિસર (DSO)122
કોમ્પ્યુટર ઓપરેટર148
ડ્રાઈવર 34
કોર્ટ અટેન્ડન્ટ208
કોર્ટ મેનેજર21
ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2214
ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-3307
પ્રોસેસ સર્વર/બેલીફ210
કુલ ખાલી જગ્યા1318

પગારધોરણ:

ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમાં સરકારી નોકરી પર લાગ્યા બાદ ઉમેદવારોને માસિક કેટલા રૂપિયા પગાર આપવામાં આવશે તેની માહિતી નીચેના ટેબલમાં ઉપલબ્ધ છે.

પોસ્ટનું નામપગારધોરણ
અંગ્રેજી સ્ટેનોગ્રાફરરૂપિયા 39,900 થી 1,26,600 સુધી
ડેપ્યુટી સેક્શન ઓફિસર (DSO)રૂપિયા 39,900 થી 1,26,600 સુધી
કોમ્પ્યુટર ઓપરેટરરૂપિયા 19,900 થી 63,200 સુધી
ડ્રાઈવર રૂપિયા 19,900 થી 63,200 સુધી
કોર્ટ અટેન્ડન્ટરૂપિયા 14,800 થી 47,100 સુધી
કોર્ટ મેનેજરરૂપિયા 56,100 સુધી
ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2રૂપિયા 44,900 થી 1,42,400 સુધી
ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-3રૂપિયા 39,900 થી 1,26,600 સુધી
પ્રોસેસ સર્વર/બેલીફરૂપિયા 19,900 થી 63,200 સુધી

વયમર્યાદા:

ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમાં જુદા જુદા પદ માટે જરૂરી વયમર્યાદા જુદી જુદી છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. વધુમાં તમને જણાવી દઈએ કે જે ઉમેદવારોનો આરક્ષિત કેટેગરીમાં સમાવેશ થાય છે તેઓને આ વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

પોસ્ટનું નામવયમર્યાદા
અંગ્રેજી સ્ટેનોગ્રાફર18 થી 35 વર્ષ
ડેપ્યુટી સેક્શન ઓફિસર (DSO)18 થી 35 વર્ષ
કોમ્પ્યુટર ઓપરેટર18 થી 35 વર્ષ
ડ્રાઈવર 18 થી 35 વર્ષ
કોર્ટ અટેન્ડન્ટ18 થી 35 વર્ષ
કોર્ટ મેનેજર25 થી 40 વર્ષ
ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-221 થી 40 વર્ષ
ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-321 થી 35 વર્ષ
પ્રોસેસ સર્વર/બેલીફ18 થી 33 વર્ષ

શેક્ષણિક લાયકાત:

ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમાં જુદા જુદા પદ માટે જરૂરી શેક્ષણિક લાયકાત જુદી જુદી છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. વધુ માહિતી માટે જાહેરાતનો જરૂરથી અભ્યાસ કરવો.

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
અંગ્રેજી સ્ટેનોગ્રાફરસ્નાતક તથા અન્ય
ડેપ્યુટી સેક્શન ઓફિસર (DSO)સ્નાતક તથા અન્ય
કોમ્પ્યુટર ઓપરેટરડિગ્રી તથા અન્ય
ડ્રાઈવર ધોરણ-10 પાસ તથા અન્ય
કોર્ટ અટેન્ડન્ટધોરણ-10 પાસ
કોર્ટ મેનેજરએમ.બી.એ તથા અન્ય
ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2સ્નાતક તથા અન્ય
ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-3સ્નાતક તથા અન્ય
પ્રોસેસ સર્વર/બેલીફધોરણ-12 પાસ તથા અન્ય

જરૂરી ડોક્યુમેન્ટ:

ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં રહેશે જેમાં ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝ ફોટો, સફેદ કાગળ ઉપર લીલા રંગની ઇન્કથી કરેલ સહી, અભ્યાસની માર્કશીટ, ડિગ્રી (અમુક પોસ્ટ માટે), ઓળખપત્ર જેમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિનો દાખલો તથા અન્ય જરૂરી કાગળોનો સમાવેશ થાય છે.

પસંદગી પ્રક્રિયા:

ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ચાર તબક્કામાં કરવામાં આવશે જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.

  • લેખિત પરીક્ષા
  • સ્કિલ ટેસ્ટ (અમુક પોસ્ટ માટે જ)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી કસોટી

તમારે નીચે આપેલ અન્ય ભારતીઓ વિષે પણ જાણવું જોઈએ:

કઈ રીતે અરજી કરવી?

  • મિત્રો, જો તમને જાતે ઓનલાઇન અરજી કરતા આવડતી હોઈ તો તમે પોતે ઘરેબેઠા ઓનલાઇન કોમ્પ્યુટર અથવા લેપટોપ પરથી અરજી કરી શકો છો અથવા નજીકના જન સેવા કેન્દ્ર ઉપર જઈ અરજી કરી શકો છો.
  • અરજી કરવા પહેલા તમારે ગૂગલ પર જઈ “www.gujarathighcourt.nic.in” સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમને જે પહેલી લિંક જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • હવે અહીં તમને “Current Openings” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો અને જાહેરાત ડાઉનલોડ કરો.
  • હવે તમામ માહિતી ચકાશો અને તમે અરજી ફોર્મ ભરવા માટે પાત્રતા ધરાવો છો કે નહિ તે ચકાશી લો.
  • જો તમે પાત્રતા ધરાવો છો તો “Apply Now” પર ક્લિક કરો. અને અરજી ફોર્મમાં માંગવામાં આવતી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે અરજી ફી ચૂકવો તથા ફોર્મમાં કોઈ ભૂલ ના હોય તો ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો

Leave a Comment