Integral Coach Factory Recruitment: સરકારી ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં 10 પાસ, ITI તથા 12 પાસ માટે 1010+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ગઈ છે. જો તમે પણ આ ભરતીમાં પસંદગી પામવા માંગો છો અને નોકરી મેળવવા માંગો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખ, પદ, લાયકાત, પગાર, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા અરજી પ્રક્રિયાની માહિતી જાણવી ખુબજ જરૂરી છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જાણવા મળી જશે તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.
Integral Coach Factory Recruitment । ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ભરતી
સંસ્થા/વિભાગનું નામ | ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી |
પદ | વિવિધ |
જાહેરાત તારીખ | 22 મે 2024 |
અરજી શરૂઆત તારીખ | 22 મે 2024 |
અરજી છેલ્લી તારીખ | 21 જૂન 2024 |
અરજી તથા માહિતી માટેની વેબસાઈટ | https://icf.indianrailways.gov.in |
જરૂરી તારીખો:
મિત્રો, કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા અરજીની તારીખ જાણવી ખુબજ જરૂરી છે કારણ કે જો અંતિમ તારીખ વીતી ગઈ હોય તો આપણે અરજી કરી શકતા નથી. સરકારી ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીની આ ભરતીમાં નોટિફિકેશન એટલે કે જાહેરનામું 22 મે 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું તથા અરજી જમા કરવાની શરૂઆતની તારીખ 22 મે 2024 છે અને છેલ્લી તારીખ 21 જૂન 2024 નક્કી કરવામાં આવેલ છે. અરજી કરવા માટે ઇચ્છુક અરજદારોએ આ અંતિમ તારીખ પહેલા અરજી કરી દેવી કારણ કે આ તારીખ પછી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી દ્વારા નીચે મુજબના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.
કાર્પેન્ટર | વેલ્ડર |
ઈલેક્ટ્રીશિયન | એમ.એલ.ટી રેડિયોલોજી |
ફીટર | એમ.એલ.ટી પેથોલોજી |
મિકેનિષ્ટ | પાસા |
પેન્ટર |
ખાલી જગ્યા:
સરકારી ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી દ્વારા કુલ 1010 ખાલી જગ્યાઓ પર ભરતીનું આયોજન કર્યું છે જેમાં પદ અનુસાર ખાલી જગ્યા તમે નીચે મુજબ કોષ્ટકમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
કાર્પેન્ટર | 90 |
ઈલેક્ટ્રીશિયન | 180 |
ફીટર | 260 |
મિકેનિસ્ટ | 90 |
પેન્ટર | 90 |
વેલ્ડર | 260 |
એમ.એલ.ટી રેડિયોલોજી | 05 |
એમ.એલ.ટી પેથોલોજી | 05 |
પાસા | 10 |
શેક્ષણિક લાયકાત:
ICFની આ ભરતીમાં જુદા જુદા પદ માટે જરૂરી શેક્ષણિક લાયકાત જુદી જુદી ધોરણ 10 પાસ, 12 પાસ તથા આઈ.ટી.આઈ છે. લાયકાતની વધુ માહિતી માટે તમે જાહેરાતનો જરૂરથી અભ્યાસ કરી શકો છો.
જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં રહેશે જેમાં ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝ ફોટો, સફેદ કાગળ ઉપર લીલા રંગની ઇન્કથી કરેલ સહી, અભ્યાસની માર્કશીટ, ઓળખપત્ર જેમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિનો દાખલો, શાળા છોડયાનું પ્રમાણપત્ર તથા અન્ય જરૂરી કાગળોનો સમાવેશ થાય છે.
પસંદગી પ્રક્રિયા:
ICFની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ત્રણ તબક્કામાં કરવામાં આવશે જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.
- શારીરિક કસોટી
- તબીબી કસોટી
- મેરીટ લિસ્ટ
પગારધોરણ:
મિત્રો, સરકારી ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીની આ એપ્રેન્ટિસ ભરતી હોવાથી પસંદગી પામેલ ઉમેદવારોને ભારતીય બંધારણના એપ્રેન્ટિસ એક્ટ મુજબ માસિક રૂપિયા 6,000 થી લઈ 7,000 સુધી સ્ટાઈપેન્ડ તરીકે ચુકવવામાં આવશે.
તમારે નીચે આપેલ અન્ય ભારતીઓ વિષે પણ જાણવું જોઈએ:
- જાહેર લોક સેવા આયોગમાં વિવિધ પદો પર કુલ 459+ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર ₹ 2,50,000 સુધી
- ભારતીય રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાઈલોટ તથા ટ્રેઈન મેનેજરના પદ માટે કુલ 1202+ જગ્યાઓ પર ભરતી જાહેર
- ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવર, બેલીફ, કોમ્પ્યુટર ઓપરેટર તથા અન્ય પદો પર કુલ 1318+ જગ્યાઓ પર ભરતી જાહેર
- ભારતીય પશુપાલન વિભાગમાં 10 પાસ, 12 પાસ તથા સ્નાતક માટે કુલ 5250+ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર ₹ 31,000 સુધી
કઈ રીતે અરજી કરવી?
- મિત્રો, જો તમને જાતે ઓનલાઇન અરજી કરતા આવડતી હોઈ તો તમે પોતે ઘરેબેઠા ઓનલાઇન કોમ્પ્યુટર અથવા લેપટોપ પરથી અરજી કરી શકો છો અથવા નજીકના જન સેવા કેન્દ્ર ઉપર જઈ અરજી કરી શકો છો.
- અરજી કરવા પહેલા તમારે ગૂગલ પર જઈ “www.pb.icf.gov.in” સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમને જે પહેલી લિંક જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- હવે અહીં તમને “Home Page” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો અને જાહેરાત ડાઉનલોડ કરો.
- હવે તમામ માહિતી ચકાશો અને તમે અરજી ફોર્મ ભરવા માટે પાત્રતા ધરાવો છો કે નહિ તે ચકાશી લો.
- જો તમે પાત્રતા ધરાવો છો તો “Apply” પર ક્લિક કરો. અને અરજી ફોર્મમાં માંગવામાં આવતી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે અરજી ફી ચૂકવો તથા ફોર્મમાં કોઈ ભૂલ ના હોય તો ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |