BSF Recruitment 2024: બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં ધોરણ-12 પાસ માટે કુલ 1526+ જગ્યાઓ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે પણ આ ભરતીમાં પસંદગી પામવા માંગો છો અને રેલવેમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખ, પદ, લાયકાત, પગાર, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા અરજી પ્રક્રિયાની માહિતી જાણવી ખુબજ જરૂરી છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જાણવા મળી જશે તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.
BSF Recruitment 2024 । Border Security Force Recruitment 2024
સંસ્થા/વિભાગનું નામ | બોર્ડર સિક્યોરિટી ફોર્સ |
પદ | વિવિધ |
જાહેરાત તારીખ | 05 જૂન 2024 |
અરજી શરૂઆત તારીખ | 09 જૂન 2024 |
અરજી છેલ્લી તારીખ | 08 જુલાઈ 2024 |
અરજી તથા માહિતી માટેની વેબસાઈટ | rectt.bsf.gov.in |
જરૂરી તારીખો:
મિત્રો, કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા અરજીની તારીખ જાણવી ખુબજ જરૂરી છે કારણ કે જો અંતિમ તારીખ વીતી ગઈ હોય તો આપણે અરજી કરી શકતા નથી. બોર્ડર સિક્યોરિટી ફોર્સની આ ભરતીમાં નોટિફિકેશન એટલે કે જાહેરનામું 05 જૂન 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું તથા અરજી જમા કરવાની શરૂઆતની તારીખ 09 જૂન 2024 છે અને છેલ્લી તારીખ 08 જુલાઈ 2024 નક્કી કરવામાં આવેલ છે. અરજી કરવા માટે ઇચ્છુક અરજદારોએ આ અંતિમ તારીખ પહેલા અરજી કરી દેવી કારણ કે આ તારીખ પછી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા હેડ કોન્સ્ટેબલ તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરના પદ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા કુલ 1526 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા બહાર પાડી છે જેમાં હેડ કોન્સ્ટેબલની 1283 તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની 243 જગ્યાઓ ખાલી છે.
પગારધોરણ:
મિત્રો, સીમા સુરક્ષા દળની આ ભરતીમાં ફાઇનલ પસંદગી મેળવ્યા બાદ હેડ કોન્સ્ટેબલના પદ પર માસિક રૂપિયા 25,500 થી 81,100 સુધી તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરના પદ પર માસિક રૂપિયા 29,200 થી 92,300 સુધી પગાર આપવામાં આવે છે.
શેક્ષણિક લાયકાત:
સીમા સુરક્ષા દળની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ-12 પાસ કરેલું હોવું જરૂરી છે. અન્ય વિગતો માટે જાહેરાતનો સંદર્ભ અવશ્ય લેવો.
જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં રહેશે જેમાં ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝ ફોટો, સફેદ કાગળ ઉપર લીલા રંગની ઇન્કથી કરેલ સહી, અભ્યાસની માર્કશીટ, ઓળખપત્ર જેમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિનો દાખલો, શાળા છોડયાનું પ્રમાણપત્ર તથા અન્ય જરૂરી કાગળોનો સમાવેશ થાય છે.
પસંદગી પ્રક્રિયા:
BSFની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી પાંચ તબક્કામાં કરવામાં આવશે જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.
- લેખિત પરીક્ષા
- શારીરિક કસોટી
- સ્કિલ ટેસ્ટ (ફક્ત સ્ટેનો માટે જ)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- તબીબી કસોટી
તમારે નીચે આપેલ અન્ય ભારતીઓ વિષે પણ જાણવું જોઈએ:
- ભારતીય રેલવેમાં 10 પાસ માટે કુલ 90+ જગ્યાઓ પર સીધી ભરતી જાહેર, પગાર ₹ 50,000 સુધી
- ગુજરાતની આર્ટસ કોલેજમાં ક્લાર્ક, પટાવાળા, અધ્યાપક, લાઇબ્રરીયન તથા અન્ય પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
- ગુજરાતની લૉ કોલેજમાં ક્લાર્ક, લાઈબ્રરીયન, પટાવાળા તથા અન્ય પદો પર ભરતી જાહેર
- ગુજરાતમાં 10 પાસથી લઈ તમામ માટે કુલ 500+ જગ્યાઓ માટે ભરતી મેળો જાહેર, તારીખ ખુબજ નજીક
કઈ રીતે અરજી કરવી?
- મિત્રો, જો તમને જાતે ઓનલાઇન અરજી કરતા આવડતી હોઈ તો તમે પોતે ઘરેબેઠા ઓનલાઇન કોમ્પ્યુટર અથવા લેપટોપ પરથી અરજી કરી શકો છો અથવા નજીકના જન સેવા કેન્દ્ર ઉપર જઈ અરજી કરી શકો છો.
- અરજી કરવા પહેલા તમારે ગૂગલ પર જઈ “www.rectt.bsf.gov.in” સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમને જે પહેલી લિંક જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- હવે અહીં તમને “Home Page” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો અને જાહેરાત ડાઉનલોડ કરો.
- હવે તમામ માહિતી ચકાશો અને તમે અરજી ફોર્મ ભરવા માટે પાત્રતા ધરાવો છો કે નહિ તે ચકાશી લો.
- જો તમે પાત્રતા ધરાવો છો તો “Apply” પર ક્લિક કરો. અને અરજી ફોર્મમાં માંગવામાં આવતી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે અરજી ફી ચૂકવો તથા ફોર્મમાં કોઈ ભૂલ ના હોય તો ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
ઓજસ મારુ ગુજરાત પર જવા માટે | અહીં ક્લિક કરો |