0%
Loading ...

Eklavya School Recruitment Gujarat: એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં શિક્ષક, ગૃહમાતા તથા ગૃહપિતાના પદો પર સીધી ભરતી જાહેર

Eklavya School Recruitment Gujarat: એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં શિક્ષક, ગૃહમાતા તથા ગૃહપિતાના પદો પર સીધી ભરતી જાહેર થઈ ગઈ છે. જો તમે પણ આ ભરતીમાં પસંદગી પામવા માંગો છો અને નોકરી મેળવવા માંગો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખ, પદ, લાયકાત, પગાર, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા અરજી પ્રક્રિયાની માહિતી જાણવી ખુબજ જરૂરી છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જાણવા મળી જશે તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.

Eklavya School Recruitment Gujarat । એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ ભરતી ગુજરાત

સંસ્થા/વિભાગનું નામએકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ
પદવિવિધ
જાહેરાત તારીખ06 જૂન 2024
અરજી શરૂઆત તારીખ06 જૂન 2024
અરજી છેલ્લી તારીખ12 જૂન 2024
અરજી પ્રક્રિયા માધ્યમઓફલાઈન/ઓનલાઈન
અરજી તથા માહિતી માટેની વેબસાઈટhttps://emrskhodada.org/

જરૂરી તારીખો:

મિત્રો, કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા અરજીની તારીખ જાણવી ખુબજ જરૂરી છે કારણ કે જો અંતિમ તારીખ વીતી ગઈ હોય તો આપણે અરજી કરી શકતા નથી. એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલની આ ભરતીમાં નોટિફિકેશન એટલે કે જાહેરનામું 06 જૂન 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. થા અરજી જમા કરવાની શરૂઆતની તારીખ 06 જૂન 2024 છે અને છેલ્લી તારીખ 12 જૂન 2024 નક્કી કરવામાં આવેલ છે. અરજી કરવા માટે ઇચ્છુક અરજદારોએ આ અંતિમ તારીખ પહેલા અરજી કરી દેવી કારણ કે આ તારીખ પછી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ દ્વારા શિક્ષક, ગૃહમાતા તથા ગૃહપિતાના પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પગારધોરણ:

એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ દ્વારા જાહેર કરાયેલ ભરતી પ્રક્રિયામાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 25,000 થી લઈ 35,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે વધુમાં તમને જણાવી દઈએ કે આ નોકરી પર તમને પી.એફ, વીમો, ભોજન તથા નિઃશુલ્ક નિવાસનો લાભ પણ આપવામાં આવશે.

અરજી ફી:

આ ભરતીમાં ભાગ લેવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી. તમે નિઃશુલ્ક અરજી કરીને નોકરી પ્રાપ્ત કરી શકો છો.

વયમર્યાદા:

આ ભરતીની જાહેરાતમાં કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જેથી તમામ વયના અરજદારો અરજી જમા કરાવી શકે છે.

શેક્ષણિક લાયકાત:

એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત તમામ પદો માટે અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.

જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે જેમાં ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝ ફોટો, સહી, અભ્યાસની માર્કશીટ, ડિગ્રી, કોમ્પ્યુટર સર્ટિફિકેટ, ઓળખપત્ર જેમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, શાળા છોડયાનું પ્રમાણપત્ર તથા અન્ય જરૂરી કાગળોનો સમાવેશ થાય છે.

પસંદગી પ્રક્રિયા:

EMRS ગુજરાતની આ ભરતીમાં અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

કઈ રીતે અરજી કરવી?

  • આ ભરતીમાં તમે ઓફલાઈન તથા ઓનલાઇન બંને રીતે અરજી કરી શકો છો.
  • ઓફલાઈન માધ્યમમાં તમે રૂબરૂ શાળાએ જઈને ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ભાગ લઇ શકો છો.
  • ઓનલાઇન માધ્યમમાં તમારે નીચે આપેલ સ્ટેપ અનુસરવાના રહેશે.
  • નીચે આપેલ બટન પર ક્લિક કરી જાહેરાત ડાઉનલોડ કરો તથા તેમાં આપેલ “ક્યુઆર કોડ” સ્કેન કરી લો.
  • હવે તમારી સામે એક ફોર્મ ખુલશે તેમાં તમારી વિગતો ભરી દો અને જરૂરી કાગળો જોડી દો તથા અરજી ફોર્મ સબમિટ કરી દો.

તમારે નીચે આપેલ અન્ય ભારતીઓ વિષે પણ જાણવું જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
ઓજસ મારુ ગુજરાત પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment