SDAU Gandhinagar Recruitment 2024: સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ધોરણ-10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. જો તમે પણ આ ભરતીમાં પસંદગી પામવા માંગો છો અને નોકરી મેળવવા માંગો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખ, પદ, લાયકાત, પગાર, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા અરજી પ્રક્રિયાની માહિતી જાણવી ખુબજ જરૂરી છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જાણવા મળી જશે તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.
SDAU Gandhinagar Recruitment 2024 | Sardarkrushinagar Dantiwada Agricultural University Gandhinagar Recruitment 2024
સંસ્થા/વિભાગનું નામ | સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી |
જાહેરાત તારીખ | 08 જૂન 2024 |
અરજી શરૂઆત તારીખ | 08 જૂન 2024 |
અરજી છેલ્લી તારીખ | 21 જૂન 2024 |
અરજી માધ્યમ | ઓફલાઈન |
અરજી તથા માહિતી માટેની વેબસાઈટ | http://www.sdau.edu.in/ |
જરૂરી તારીખો:
મિત્રો, કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા અરજીની તારીખ જાણવી ખુબજ જરૂરી છે કારણ કે જો અંતિમ તારીખ વીતી ગઈ હોય તો આપણે અરજી કરી શકતા નથી. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની આ ભરતીમાં નોટિફિકેશન એટલે કે જાહેરનામું 08 જૂન 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું તથા અરજી જમા કરવાની શરૂઆતની તારીખ 08 જૂન 2024 છે અને છેલ્લી તારીખ 21 જૂન 2024 નક્કી કરવામાં આવેલ છે. અરજી કરવા માટે ઇચ્છુક અરજદારોએ આ અંતિમ તારીખ પહેલા અરજી કરી દેવી કારણ કે આ તારીખ પછી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ટ્રેઈનીના પદ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ખાલી જગ્યા:
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ટ્રેઈનીની કુલ 20 ખાલી જગ્યાઓ પર ભરતી ચાલી રહી છે.
વયમર્યાદા:
સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીની આ ભરતીની અરજી પ્રક્રિયામાં ભાગ લેવા માટે તમારી વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
શેક્ષણિક લાયકાત:
સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીની આ ભરતીમાં જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ માંગવામાં આવેલ છે.
જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ જોડવાના રહેશે જેમાં પાસપોર્ટ સાઈઝ ફોટો, શાળા છોડયાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, એસ.એસ.સી/એચ.એસ.સી માર્કશીટ, આધારકાર્ડ તથા જાતિ અંગેનું પ્રમાણપત્રનો સમાવેશ થાય છે.
પસંદગી પ્રક્રિયા:
SDAU ગાંધીનગરની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે તેમને અભ્યાસ દરમિયાન મેળવેલ ગુણના મેરિટના આધારે કરવામાં આવશે.
અરજી ફી:
આ ભરતીમાં ભાગ લેવા માટે, જો તમે રૂબરૂ જઈને અરજી કરો છો તો 50 રૂપિયા અને જો તમે ઓફલાઈન માધ્યમથી અરજી કરો છો તો 90 રૂપિયા અરજી ફી પેટે ચૂકવવાના રહેશે.
પગારધોરણ:
મિત્રો, તમને જણાવી દઈએ કે આ SDAU ગાંધીનગરની એક એપ્રેન્ટિસ ભરતી છે જેથી પસંદગી પામેલ કેન્ડિડેટને એપ્રેન્ટિસ નિયમો અનુસાર માસિક રૂપિયા 10,000 સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.
તમારે નીચે આપેલ અન્ય ભારતીઓ વિષે પણ જાણવું જોઈએ:
- વડોદરા મહાનગરપાલિકામાં ધોરણ-10 પાસ તથા અન્ય માટે કોઈપણ પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
- એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં શિક્ષક, ગૃહમાતા તથા ગૃહપિતાના પદો પર સીધી ભરતી જાહેર
- ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીમાં સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક તથા પ્રોફેશરના પદ માટે ભરતી જાહેર, પગાર ₹ 2,18,200 સુધી
- બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં ધોરણ-12 પાસ માટે કુલ 1526+ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર રૂપિયા 92,300 સુધી
કઈ રીતે અરજી કરવી?
- અરજી કરવા પહેલા તમારે ગૂગલ પર જઈ “www.sdau.edu.in” સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમને જે પહેલી લિંક જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- હવે અહીં તમને “Recruitment” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો અને જાહેરાત ડાઉનલોડ કરો.
- હવે તમામ માહિતી ચકાશો અને તમે અરજી ફોર્મ ભરવા માટે પાત્રતા ધરાવો છો કે નહિ તે ચકાશી લો.
- આ જાહેરતમાં જ તમને અરજી ફોર્મ જોવા મળી જશે તેની એક પ્રિન્ટ કાઢી લો.
- આ અરજી ફોર્મમાં તમારી વિગતો ભરી દો અને જરૂરી કાગળો જોડી દો.
- હવે આ અરજી ફોર્મ SDAUના સરનામે – કૃષિ સંશોધન કેન્દ્ર, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, દહેગામ – 382305, જિલ્લો- ગાંધીનગર ખાતે રૂબરૂ જઇ અથવા ઇન્ડિયા પોસ્ટના માધ્યમથી મોકલી શકો છો.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
ઓજસ મારુ ગુજરાત પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ત્રુટિ પણ હોઈ શકે છે, જેથી સત્તાવાર વેબસાઈટ પર જઈ સંસ્થાનો તથા સંપર્ક કરી માહિતી ચકાસ્યા બાદ અરજી કરવા વિનંતી.