0%
Loading ...

Government Press and Stationery Gujarat Recruitment: સરકારી પ્રેસ અને સ્ટેશનરી વિભાગમાં બુક બાઈન્ડર, ઓફિસ આસિસ્ટન્ટ તથા અન્ય પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

Government Press and Stationery Gujarat Recruitment: સરકારી પ્રેસ અને સ્ટેશનરી વિભાગમાં બુક બાઈન્ડર, ઓફિસ આસિસ્ટન્ટ તથા અન્ય પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. જો તમે પણ આ ભરતીમાં પસંદગી પામવા માંગો છો અને નોકરી મેળવવા માંગો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખ, પદ, લાયકાત, પગાર, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા અરજી પ્રક્રિયાની માહિતી જાણવી ખુબજ જરૂરી છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જાણવા મળી જશે તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.

Government Press and Stationery Gujarat Recruitment

સંસ્થા/વિભાગનું નામસરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી
જાહેરાત તારીખ11 જૂન 2024
અરજી શરૂઆત તારીખ11 જૂન 2024
અરજી છેલ્લી તારીખ25 જૂન 2024
અરજી માધ્યમઓફલાઈન
અરજી તથા માહિતી માટેની વેબસાઈટhttps://egazette.gujarat.gov.in/

જરૂરી તારીખો:

મિત્રો, કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા અરજીની તારીખ જાણવી ખુબજ જરૂરી છે કારણ કે જો અંતિમ તારીખ વીતી ગઈ હોય તો આપણે અરજી કરી શકતા નથી. સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રીની આ ભરતીમાં નોટિફિકેશન એટલે કે જાહેરનામું 11 જૂન 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું તથા અરજી જમા કરવાની શરૂઆતની તારીખ 11 જૂન 2024 છે અને છેલ્લી તારીખ 25 જૂન 2024 નક્કી કરવામાં આવેલ છે. અરજી કરવા માટે ઇચ્છુક અરજદારોએ આ અંતિમ તારીખ પહેલા અરજી કરી દેવી કારણ કે આ તારીખ પછી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી દ્વારા ઓફસેટ મશીન માઈન્ડર, બુક બાઇન્ડર, ડી.ટી.પી ઓપરેટર તથા ઓફિસ ઓપરેશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ) ના પદ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ખાલી જગ્યા:

સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી દ્વારા ઓફસેટ મશીન માઈન્ડરની 15, બુક બાઇન્ડરની 26, ડી.ટી.પી ઓપરેટરની 02 તથા ઓફિસ ઓપરેશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ)ની 08 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

વયમર્યાદા:

સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રીની આ ભરતીની અરજી પ્રક્રિયામાં ભાગ લેવા માટે તમારી વયમર્યાદા 14 વર્ષથી ઓછી હોવી જોઈએ નહિ.

શેક્ષણિક લાયકાત:

સરકારી પ્રેસ અને સ્ટેશનરી વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ મંગાવામાં આવેલ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
ઓફસેટ મશીન માઈન્ડરધોરણ-10 પાસ
બુક બાઇન્ડરધોરણ-08 પાસ
ડી.ટી.પી ઓપરેટર આઈ.ટી.આઈ
ઓફિસ ઓપરેશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ)ધોરણ-10 પાસ

જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ જોડવાના રહેશે જેમાં પાસપોર્ટ સાઈઝ ફોટો, શાળા છોડયાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, એસ.એસ.સી માર્કશીટ, આધારકાર્ડ તથા જાતિ અંગેનું પ્રમાણપત્રનો સમાવેશ થાય છે.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે તેમને અભ્યાસ દરમિયાન મેળવેલ ગુણના મેરિટના આધારે કરવામાં આવશે.

અરજી ફી:

આ ભરતીમાં ભાગ લેવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી. તમે નિઃશુલ્ક અરજી કરીને નોકરી પ્રાપ્ત કરી શકો છો.

પગારધોરણ:

મિત્રો, તમને જણાવી દઈએ કે આ સરકારી પ્રેસ અને સ્ટેશનરી વિભાગની એક એપ્રેન્ટિસ ભરતી છે જેથી પસંદગી પામેલ કેન્ડિડેટને એપ્રેન્ટિસ નિયમો અનુસાર માસિક સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

તમારે નીચે આપેલ અન્ય ભારતીઓ વિષે પણ જાણવું જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
ઓજસ મારુ ગુજરાત પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ત્રુટિ પણ હોઈ શકે છે, જેથી સત્તાવાર વેબસાઈટ પર જઈ સંસ્થાનો તથા સંપર્ક કરી માહિતી ચકાસ્યા બાદ અરજી કરવા વિનંતી.

Leave a Comment