0%
Loading ...

BPNL Recruitment 2024: ભારતીય પશુપાલન વિભાગમાં 10 પાસ, 12 પાસ તથા સ્નાતક માટે કુલ 5250+ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર ₹ 31,000 સુધી

BPNL Recruitment 2024: ભારતીય પશુપાલન વિભાગમાં 10 પાસ, 12 પાસ તથા સ્નાતક માટે કુલ 5250+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ગઈ છે. જો તમે પણ આ ભરતીમાં પસંદગી પામવા માંગો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખ, પદ, લાયકાત, પગાર, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા અરજી પ્રક્રિયાની માહિતી જાણવી જરૂરી છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જાણવા મળી જશે તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.

BPNL Recruitment 2024 | Bhartiya Pashupalan Nigam Limited Recruitment 2024

સંસ્થા/વિભાગનું નામભારતીય પશુપાલન નિગમ લિમિટેડ
પદવિવિધ
જાહેરાત તારીખ20 મે 2024
અરજી શરૂઆત તારીખ20 મે 2024
અરજી છેલ્લી તારીખ02 જૂન 2024
અરજી તથા માહિતી માટેની વેબસાઈટhttps://bharatiyapashupalan.com

જરૂરી તારીખો:

મિત્રો, કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા અરજીની તારીખ જાણવી ખુબજ જરૂરી છે કારણ કે જો અંતિમ તારીખ વીતી ગઈ હોય તો આપણે અરજી કરી શકતા નથી. ભારતીય પશુપાલન નિગમ લિમિટેડની આ ભરતીમાં નોટિફિકેશન એટલે કે જાહેરનામું 20 મે 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું તથા અરજી જમા કરવાની શરૂઆતની તારીખ 20 મે 2024 છે અને છેલ્લી તારીખ 02 જૂન 2024 નક્કી કરવામાં આવેલ છે. અરજી કરવા માટે ઇચ્છુક અરજદારોએ આ અંતિમ તારીખ પહેલા અરજી કરી દેવી કારણ કે આ તારીખ પછી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા ફાર્મ મેનેજમેન્ટ ઓફિસર, ખેતી વિકાસ અધિકારી તથા ખેતી પ્રેરકના પદ પર ભરતી આયોજિત કરવામાં આવી છે.

ખાલી જગ્યા:

ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા કુલ 5250 ખાલી જગ્યાઓ પર ભરતીનું આયોજન કર્યું છે જેમાં ફાર્મ મેનેજમેન્ટ ઓફિસરની 250, ખેતી વિકાસ અધિકારીની 1250 તથા ખેતી પ્રેરકની 3750 જગ્યાઓ ખાલી છે.

શેક્ષણિક લાયકાત:

પશુપાલન વિભાગની આ ભરતીમાં જુદા જુદા પદ માટે જરૂરી શેક્ષણિક લાયકાત જુદી જુદી છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. વધુ માહિતી માટે જાહેરાતનો જરૂરથી અભ્યાસ કરવો.

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
ફાર્મ મેનેજમેન્ટ ઓફિસરકોઈપણ સ્નાતક
ખેતી વિકાસ અધિકારીકોઈપણ સ્ટ્રીમથી ધોરણ-12 પાસ
ખેતી પ્રેરકધોરણ-10 પાસ

વયમર્યાદા:

પશુપાલન વિભાગની આ ભરતીમાં જુદા જુદા પદ માટે જરૂરી વયમર્યાદા જુદી જુદી છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. વધુમાં તમને જણાવી દઈએ કે જે ઉમેદવારોનો આરક્ષિત કેટેગરીમાં સમાવેશ થાય છે તેઓને આ વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

પોસ્ટનું નામવયમર્યાદા
ફાર્મ મેનેજમેન્ટ ઓફિસર25 થી 45 વર્ષ
ખેતી વિકાસ અધિકારી21 થી 40 વર્ષ
ખેતી પ્રેરક18 થી 40 વર્ષ

પગારધોરણ:

BPNLની આ ભરતીમાં નોકરી પર લાગ્યા બાદ ઉમેદવારોને માસિક કેટલા રૂપિયા પગાર આપવામાં આવશે તેની માહિતી નીચેના ટેબલમાં ઉપલબ્ધ છે.

પોસ્ટનું નામપગારધોરણ
ફાર્મ મેનેજમેન્ટ ઓફિસરરૂપિયા 31,000
ખેતી વિકાસ અધિકારીરૂપિયા 28,000
ખેતી પ્રેરકરૂપિયા 22,000

જરૂરી ડોક્યુમેન્ટ:

BPNLની આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં રહેશે જેમાં ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝ ફોટો, સફેદ કાગળ ઉપર લીલા રંગની ઇન્કથી કરેલ સહી, અભ્યસની માર્કશીટ, ઓળખપત્ર જેમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિનો દાખલો તથા અન્ય જરૂરી કાગળોનો સમાવેશ થાય છે.

તમારે નીચે આપેલ અન્ય ભારતીઓ વિષે પણ જાણવું જોઈએ:

કઈ રીતે અરજી કરવી?

  • મિત્રો, જો તમને જાતે ઓનલાઇન અરજી કરતા આવડતી હોઈ તો તમે પોતે ઘરેબેઠા ઓનલાઇન કોમ્પ્યુટર અથવા લેપટોપ પરથી અરજી કરી શકો છો અથવા નજીકના જન સેવા કેન્દ્ર ઉપર જઈ અરજી કરી શકો છો.
  • અરજી કરવા પહેલા તમારે ગૂગલ પર જઈ “www.bharatiyapashupalan.com” સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમને જે પહેલી લિંક જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • હવે અહીં તમને “Apply Online” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો અને જાહેરાત ડાઉનલોડ કરો.
  • હવે તમામ માહિતી ચકાશો અને તમે અરજી ફોર્મ ભરવા માટે પાત્રતા ધરાવો છો કે નહિ તે ચકાશી લો.
  • જો તમે પાત્રતા ધરાવો છો તો “Apply Now” પર ક્લિક કરો. અને અરજી ફોર્મમાં માંગવામાં આવતી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે અરજી ફી ચૂકવો તથા ફોર્મમાં કોઈ ભૂલ ના હોય તો ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો

2 thoughts on “BPNL Recruitment 2024: ભારતીય પશુપાલન વિભાગમાં 10 પાસ, 12 પાસ તથા સ્નાતક માટે કુલ 5250+ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર ₹ 31,000 સુધી”

Leave a Comment