0%
Loading ...

Gujarat Maritime University Recruitment: ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીમાં સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક તથા પ્રોફેશરના પદ માટે ભરતી જાહેર, પગાર ₹ 2,18,200 સુધી

Gujarat Maritime University Recruitment: ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીમાં સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક તથા પ્રોફેશરના પદ માટે ભરતી જાહેર થઈ ચુકી છે. જો તમે પણ આ ભરતીમાં પસંદગી પામવા માંગો છો અને નોકરી મેળવવા માંગો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખ, પદ, લાયકાત, પગાર, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા અરજી પ્રક્રિયાની માહિતી જાણવી ખુબજ જરૂરી છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જાણવા મળી જશે તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.

Gujarat Maritime University Recruitment । ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી ભરતી

સંસ્થા/વિભાગનું નામગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી
પદવિવિધ
જાહેરાત તારીખ07 જૂન 2024
અરજી શરૂઆત તારીખ07 જૂન 2024
અરજી છેલ્લી તારીખ27 જૂન 2024
અરજી પ્રક્રિયા માધ્યમઓફલાઈન
અરજી તથા માહિતી માટેની વેબસાઈટhttps://gmu.edu.in/

જરૂરી તારીખો:

મિત્રો, કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા અરજીની તારીખ જાણવી ખુબજ જરૂરી છે કારણ કે જો અંતિમ તારીખ વીતી ગઈ હોય તો આપણે અરજી કરી શકતા નથી. ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીની આ ભરતીમાં નોટિફિકેશન એટલે કે જાહેરનામું 07 જૂન 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. થા અરજી જમા કરવાની શરૂઆતની તારીખ 07 જૂન 2024 છે અને છેલ્લી તારીખ 27 જૂન 2024 નક્કી કરવામાં આવેલ છે. અરજી કરવા માટે ઇચ્છુક અરજદારોએ આ અંતિમ તારીખ પહેલા અરજી કરી દેવી કારણ કે આ તારીખ પછી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી દ્વારા નીચે મુજબના પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

લૉ પ્રોફેશરલૉ આસિસ્ટન્ટ પ્રોફેશર
મેનેજમેન્ટ પ્રોફેશરસિનિયર ક્લાર્ક
મેનેજમેન્ટ એસોસિયેટ પ્રોફેશર જુનિયર ક્લાર્ક
લૉ એસોસિયેટ પ્રોફેશર

પગારધોરણ:

ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ ભરતી પ્રક્રિયામાં પસંદગી પામ્યા બાદ તમને યુનિવર્સિટી દ્વારા નીચે મુજબનો પગારધોરણ ચુકવવામાં આવશે.

પોસ્ટનું નામપગારધોરણ
લૉ પ્રોફેશરરૂપિયા 1,44,200 થી 2,18,200 સુધી
મેનેજમેન્ટ પ્રોફેશરરૂપિયા 1,44,200 થી 2,18,200 સુધી
મેનેજમેન્ટ એસોસિયેટ પ્રોફેશર રૂપિયા 1,31,400 થી 2,17,100 સુધી
લૉ એસોસિયેટ પ્રોફેશરરૂપિયા 1,31,400 થી 2,17,100 સુધી
લૉ આસિસ્ટન્ટ પ્રોફેશરરૂપિયા 57,100 થી 1,82,400 સુધી
સિનિયર ક્લાર્કરૂપિયા 25,500 થી 81,100 સુધી
જુનિયર ક્લાર્કરૂપિયા 19,900 થી 63,200 સુધી

વયમર્યાદા:

ગુજરાત સરકાર ધ્વરા જાહેર કરાતી ભરતીઓમાં જે વયમર્યાદા નક્કી કરેલ હોય છે તે જ વયમર્યાદા આ ભરતીમાં પણ લાગુ પડશે.

શેક્ષણિક લાયકાત:

ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત તમામ પદો માટે અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.

જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે જેમાં ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝ ફોટો, સહી, અભ્યાસની માર્કશીટ, ડિગ્રી, કોમ્પ્યુટર સર્ટિફિકેટ, ઓળખપત્ર જેમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિનો દાખલો, શાળા છોડયાનું પ્રમાણપત્ર તથા અન્ય જરૂરી કાગળોનો સમાવેશ થાય છે.

પસંદગી પ્રક્રિયા:

GMU ગાંધીનગરની આ ભરતીમાં અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તથા ત્યારબાદ સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 5 વર્ષના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે ત્યારબાદ કામગીરીના આધારે કાયમી કરવામાં આવશે.

ખાલી જગ્યા:

GMU ગાંધીનગરની આ ભરતીમાં લૉ પ્રોફેશરની 01, લૉ આસિસ્ટન્ટ પ્રોફેશરની 01, મેનેજમેન્ટ પ્રોફેશરની 01, સિનિયર ક્લાર્કની 03, મેનેજમેન્ટ એસોસિયેટ પ્રોફેશરની 01 જુનિયર ક્લાર્કની 02 તથા લૉ એસોસિયેટ પ્રોફેશરની 01 જગ્યા ખાલી છે.

કઈ રીતે અરજી કરવી?

  • અરજી કરવા પહેલા તમારે ગૂગલ પર જઈ “www.gmu.edu.in” સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમને જે પહેલી લિંક જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • હવે અહીં તમને “Recruitment” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો અને જાહેરાત ડાઉનલોડ કરો.
  • હવે તમામ માહિતી ચકાશો અને તમે અરજી ફોર્મ ભરવા માટે પાત્રતા ધરાવો છો કે નહિ તે ચકાશી લો.
  • જો તમે પાત્રતા ધરાવો છો તો અહીં આપેલ અરજી ફોર્મ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ ફોર્મમાં તમામ વિગતો ભરી દો અને તેની સાથે જરૂરી ડોકયુમેન્ટ જોડી દો.
  • હવે અરજી ફોર્મ તથા ડોક્યુમેન્ટને ઇન્ડિયા પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી મોકલી દો.
  • અરજી ફોર્મ મોકલવાનું સરનામું – ધી રજીસ્ટ્રાર, ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી, જીએનએલયુ કેમ્પસ ખાતે ટ્રાન્ઝિટરી કેમ્પસ, અટલિકા એવન્યુ, નોલેજ કોરિડોર, કોબા, ગાંધીનગર, ગુજરાત-382426, ભારત છે.

તમારે નીચે આપેલ અન્ય ભારતીઓ વિષે પણ જાણવું જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
ઓજસ મારુ ગુજરાત પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment