Railway Recruitment 2024: ભારતીય રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાઈલોટ તથા ટ્રેઈન મેનેજરના પદ માટે કુલ 1202+ જગ્યાઓ પર ભરતી જાહેર કરી દેવામાં આવી છે. જો તમે પણ આ ભરતીમાં પસંદગી પામવા માંગો છો અને સરકારી નોકરી મેળવવા માંગો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખ, પદ, લાયકાત, પગાર, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા અરજી પ્રક્રિયાની માહિતી જાણવી ખુબજ જરૂરી છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જાણવા મળી જશે તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.
Railway Recruitment 2024 | Railway Recruitment Cell Recruitment 2024
| સંસ્થા/વિભાગનું નામ | રેલવે ભરતી બોર્ડ |
| પદ | વિવિધ |
| જાહેરાત તારીખ | 13 મે 2024 |
| અરજી શરૂઆત તારીખ | 13 મે 2024 |
| અરજી છેલ્લી તારીખ | 12 જૂન 2024 |
| અરજી તથા માહિતી માટેની વેબસાઈટ | https://www.rrcser.co.in |
જરૂરી તારીખો:
મિત્રો, કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા અરજીની તારીખ જાણવી ખુબજ જરૂરી છે કારણ કે જો અંતિમ તારીખ વીતી ગઈ હોય તો આપણે અરજી કરી શકતા નથી. રેલવે ભરતી બોર્ડની આ ભરતીમાં નોટિફિકેશન એટલે કે જાહેરનામું 13 મે 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું તથા અરજી જમા કરવાની શરૂઆતની તારીખ 13 મે 2024 છે અને છેલ્લી તારીખ 12 જૂન 2024 નક્કી કરવામાં આવેલ છે. અરજી કરવા માટે ઇચ્છુક અરજદારોએ આ અંતિમ તારીખ પહેલા અરજી કરી દેવી કારણ કે આ તારીખ પછી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
ભારતીય રેલવે બોર્ડ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાઈલોટ તથા ટ્રેઈન મેનેજર (ગૂડ્સ ગાર્ડ)ના પદ પર ભરતી આયોજિત કરવામાં આવી છે.
ખાલી જગ્યા:
ભારતીય રેલવે બોર્ડ દ્વારા કુલ 1202 ખાલી જગ્યાઓ પર ભરતીનું આયોજન કર્યું છે જેમાં આસિસ્ટન્ટ લોકો પાઈલોટની 827 તથા ટ્રેઈન મેનેજર (ગૂડ્સ ગાર્ડ)ની 375 જગ્યાઓ ખાલી છે.
શેક્ષણિક લાયકાત:
રેલવે રિક્રુટમેન્ટ સેલની આ ભરતીમાં જુદા જુદા પદ માટે જરૂરી શેક્ષણિક લાયકાત જુદી જુદી છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. વધુ માહિતી માટે જાહેરાતનો જરૂરથી અભ્યાસ કરવો.
| પોસ્ટનું નામ | શેક્ષણિક લાયકાત |
| આસિસ્ટન્ટ લોકો પાઈલોટ | ધોરણ-10 પાસ તથા અન્ય |
| ટ્રેઈન મેનેજર (ગૂડ્સ ગાર્ડ) | કોઈપણ સ્નાતક |
વયમર્યાદા:
રેલવે રિક્રુટમેન્ટ સેલની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 42 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. વધુમાં તમને જણાવી દઈએ કે જે ઉમેદવારોનો આરક્ષિત કેટેગરીમાં સમાવેશ થાય છે તેઓને આ વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.
પગારધોરણ:
ભારતીય રેલવેની આ ભરતીમાં નોકરી પર લાગ્યા બાદ ઉમેદવારોને કેન્દ્ર સરકારના 7માં પગારપંચ અનુસાર, લેવલ-2 તથા 1900 ના ગ્રેડ પે સાથે રૂપિયા 5,200 થી 20,200 માસિક રૂપિયા પગાર આપવામાં આવશે.
જરૂરી ડોક્યુમેન્ટ:
ભારતીય રેલવેની આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં રહેશે જેમાં ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝ ફોટો, સફેદ કાગળ ઉપર લીલા રંગની ઇન્કથી કરેલ સહી, અભ્યસની માર્કશીટ, ઓળખપત્ર જેમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિનો દાખલો તથા અન્ય જરૂરી કાગળોનો સમાવેશ થાય છે.
પસંદગી પ્રક્રિયા:
ભારતીય રેલવેની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ત્રણ તબક્કામાં કરવામાં આવશે જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.
- કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (CBT)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- તબીબી કસોટી
તમારે નીચે આપેલ અન્ય ભારતીઓ વિષે પણ જાણવું જોઈએ:
- ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવર, બેલીફ, કોમ્પ્યુટર ઓપરેટર તથા અન્ય પદો પર કુલ 1318+ જગ્યાઓ પર ભરતી જાહેર
- ભારતીય પશુપાલન વિભાગમાં 10 પાસ, 12 પાસ તથા સ્નાતક માટે કુલ 5250+ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર ₹ 31,000 સુધી
- સીમા સુરક્ષા દળમાં ધોરણ-10 તથા 12 પાસ માટે કુલ 141+ જગ્યાઓ પર ભરતીનો મોકો
કઈ રીતે અરજી કરવી?
- મિત્રો, જો તમને જાતે ઓનલાઇન અરજી કરતા આવડતી હોઈ તો તમે પોતે ઘરેબેઠા ઓનલાઇન કોમ્પ્યુટર અથવા લેપટોપ પરથી અરજી કરી શકો છો અથવા નજીકના જન સેવા કેન્દ્ર ઉપર જઈ અરજી કરી શકો છો.
- અરજી કરવા પહેલા તમારે ગૂગલ પર જઈ “www.rrcser.co.in” સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમને જે પહેલી લિંક જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- હવે અહીં તમને “Notice” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો અને જાહેરાત ડાઉનલોડ કરો.
- હવે તમામ માહિતી ચકાશો અને તમે અરજી ફોર્મ ભરવા માટે પાત્રતા ધરાવો છો કે નહિ તે ચકાશી લો.
- જો તમે પાત્રતા ધરાવો છો તો “Apply Now” પર ક્લિક કરો. અને અરજી ફોર્મમાં માંગવામાં આવતી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે અરજી ફી ચૂકવો તથા ફોર્મમાં કોઈ ભૂલ ના હોય તો ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો.
અરજી કરવા માટે જરૂરી લિંક:
| નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
| અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
| ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |