0%
Loading ...

VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકામાં ધોરણ-10 પાસ તથા અન્ય માટે કોઈપણ પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકામાં ધોરણ-10 પાસ તથા અન્ય માટે કોઈપણ પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે પણ આ ભરતીમાં પસંદગી પામવા માંગો છો અને નોકરી મેળવવા માંગો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખ, પદ, લાયકાત, પગાર, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા અરજી પ્રક્રિયાની માહિતી જાણવી ખુબજ જરૂરી છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જાણવા મળી જશે તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.

VMC Recruitment 2024 | Vadodara Municipal Corporation Recruitment 2024

સંસ્થા/વિભાગનું નામવડોદરા મહાનગરપાલિકા
પદવિવિધ
જાહેરાત તારીખ08 જૂન 2024
અરજી શરૂઆત તારીખ08 જૂન 2024
અરજી છેલ્લી તારીખ21 જૂન 2024
અરજી તથા માહિતી માટેની વેબસાઈટhttps://vmc.gov.in/

જરૂરી તારીખો:

મિત્રો, કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા અરજીની તારીખ જાણવી ખુબજ જરૂરી છે કારણ કે જો અંતિમ તારીખ વીતી ગઈ હોય તો આપણે અરજી કરી શકતા નથી. વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં નોટિફિકેશન એટલે કે જાહેરનામું 08 જૂન 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું તથા અરજી જમા કરવાની શરૂઆતની તારીખ 08 જૂન 2024 છે અને છેલ્લી તારીખ 21 જૂન 2024 નક્કી કરવામાં આવેલ છે. અરજી કરવા માટે ઇચ્છુક અરજદારોએ આ અંતિમ તારીખ પહેલા અરજી કરી દેવી કારણ કે આ તારીખ પછી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

વડોદરા મહાનગરપાલિકા દ્વારા નીચે મુજબના પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ઓફિસ ઓપરેશન એક્ષેકયુટીવડ્રાફ્ટ્સમેન સિવિલ
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટસર્વેયર
વાયરમેન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર
ફીટરમિકેનિક મોટર વિહિકલ
ઈલેક્ટ્રીશિયન મિકેનિક ડીઝલ
રેફ્રીજરેશન એન્ડ એરકંડીશનર મિકેનિક ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન)

ખાલી જગ્યા:

વડોદરા મહાનગરપાલિકા દ્વારા કુલ કેટલી ખાલી જગ્યાઓ માટે તથા કઈ પોસ્ટ પર કેટલી ખાલી જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવેલ નથી પરંતુ આટલા પદો પર ભરતી પ્રક્રિયા ચાલી રહી હોવાથી આશા રાખી શકાય છે કે આ ભરતીમાં ખાલી જગ્યાઓ વધુ હશે.

અરજી ફી:

આ ભરતીમાં ભાગ લેવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી. તમે નિઃશુલ્ક અરજી કરીને નોકરી પ્રાપ્ત કરી શકો છો.

વયમર્યાદા:

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીની અરજી પ્રક્રિયામાં ભાગ લેવા માટે તમારી વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

શેક્ષણિક લાયકાત:

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં જરૂરી શેક્ષણિક લાયકાત ઓફિસ ઓપરેશન એક્ષેકયુટીવ માટે કોઈપણ સ્નાતક, ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન) માટે ધોરણ-10 પાસ તથા અન્ય તમામ પોસ્ટ માટે આઈ.ટી.આઈ પૂર્ણ કરેલું હોવું જરૂરી છે.

જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ જોડવાના રહેશે જેમાં શાળા છોડયાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, એસ.એસ.સી/એચ.એસ.સી માર્કશીટ, આઇ.ટી.આઈ/સ્નાતક કક્ષાની માર્કશીટ તથા પ્રમાણપત્ર, આધારકાર્ડ તથા જાતિ અંગેનું પ્રમાણપત્રનો સમાવેશ થાય છે.

પસંદગી પ્રક્રિયા:

VMCની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે તેમને અભ્યાસ દરમિયાન મેળવેલ ગુણના મેરિટના આધારે કરવામાં આવશે.

પગારધોરણ:

મિત્રો, તમને જણાવી દઈએ કે આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની એક એપ્રેન્ટિસ ભરતી છે જેથી પસંદગી પામેલ કેન્ડિડેટને એપ્રેન્ટિસ નિયમો અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

તમારે નીચે આપેલ અન્ય ભારતીઓ વિષે પણ જાણવું જોઈએ:

કઈ રીતે અરજી કરવી?

  • અરજી કરવા પહેલા તમારે ગૂગલ પર જઈ “www.vmc.gov.in” સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમને જે પહેલી લિંક જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • હવે અહીં તમને “Recruitment” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો અને જાહેરાત ડાઉનલોડ કરો.
  • હવે તમામ માહિતી ચકાશો અને તમે અરજી ફોર્મ ભરવા માટે પાત્રતા ધરાવો છો કે નહિ તે ચકાશી લો.
  • આ જાહેરતમાં જ તમને અરજી ફોર્મ જોવા મળી જશે તેની એક પ્રિન્ટ કાઢી લો.
  • આ અરજી ફોર્મમાં તમારી વિગતો ભરી દો અને જરૂરી કાગળો જોડી દો.
  • હવે આ અરજી ફોર્મ VMC ના સરનામે – સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.127/1, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-390001 ખાતે ઇન્ડિયા પોસ્ટના માધ્યમથી મોકલી દો.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
ઓજસ મારુ ગુજરાત પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment